કૈસે કૈસે લોગ…………..

પોરબંદરથી ૬૦ કિ.મી. દુર આવેલ કૃષ્ણભૂમિ માધવપુરમાં ધ્યાન અને યોગના માધ્યમથી ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ૮૮ વર્ષની વયે પણ એક વૃદ્ધ દરરોજ કલાકો સુધી શ્રમયજ્ઞા કરવાની સાથોસાથ આ ઉંમરે પણ આધ્યાત્મિક સાહિત્યનુંસર્જન કરીને ઓશોના વિચારોનો પ્રચાર-પ્રસાર કરતા પુસ્તકો બહાર પાડે છે. તેમના દ્વારા છેલ્લા ૭ વર્ષની અંદર પથ્થરની પડતર ખાણમાં ૯ હજાર વૃક્ષો વાવવાની સાથોસાથ જળસંચયના કારણે દરિયાઇ ખારાશ અટકાવવાનો સફળ પ્રયોગ કર્યો છે.
૮૮ વર્ષી વયે યુવાનો કરતાં પણ વધુ સ્ફૂર્તિ
માધવપુરમાં વર્ષોથી ઓશો આશ્રમ તરીકે ઓળખાતી જગ્યાનું સંપૂર્ણ સંચાલન કરતા બ્રહ્મવેદાંતજીની ૮૮ વર્ષની ઉંમર છે, પરંતુ યુવાનો કરતા પણ વધુ સ્ફૂર્તિ ધરાવતા સ્વામીજી દરરો કલાકો સુધી શ્રમયજ્ઞા જાતે કરે છે. ઓશો રજનીશના વિચારોનો પ્રચાર, પ્રસાર અને ફેલાવો કરવાની સાથોસાથ યોગ અને ધ્યાન દ્વારા અનેરી ઉચ્ચ સિધ્ધિઓ હાંસલ કરનારા સ્વામી બ્રહ્મવેદાંતજી દરરોજ બે કલાકથી વધુ સમય આશ્રમમાં જુદા જુદા પ્રકારના શ્રમયજ્ઞા માટે ફાળવે છે. તેઓ આશ્રમની સફાઇ કરવાની સાથોસાથ પશુઓને સાચવવા સહિત કોઇપણ પ્રકારની કલાકૃતિનું નિર્માણ કરવા માટે પણ હોંશેહોંશે આયોજન કરે છે. પથ્થરની પડતર ખાણમાં નિર્જીવ પથ્થરોની અંદર ટાંકણા વડે પ્રાણ પુરીને અદ્ભુત મૂર્તિઓ સર્જવાની સાથોસાથ અવનવા ચિત્રો દોરવા, ગીત-સંગીતના માધ્યમથી અને ગાયનથી સૌને મંત્રમુગ્ધ કરવા જેવી અનેકવિધ પ્રવૃતિઓ ૮૮ વર્ષની ઉંમરે પણ તેઓ કરી રહ્યા છે તથા આધ્યાત્મિક સાહિત્યનું પણ સર્જન કરી રહ્યા છે.
માધવપર અને તેની આજુબાજુમાં પથ્થરની અનકે પડતર ખાણ આવેલી છે ત્યારે આ પ્રકારની એક ખાણ માધવપુરમાં ઓશો આશ્રમ વિસ્તારમાં પણ આવેલી છે અને આ ખાણને સાત વર્ષની અંદર સ્વામીજી અને તેમની સાથેા સાધકોએ નંદનવન બનાવી દીધા છે. જ્યારે માધવપુરના આ ઉજ્જડ વિસ્તારમાં સાત વર્ષ પહેલાં પથ્થરની ખાણ તદ્દન પડતર હતી એવા સમેય સ્વામીએ નવતર બીડુ ઝડપીને સમગ્ર વિસ્તારને લીલોતરીથી હરીયાળો કરી દેવા માટે ૨૫-૫૦ કે ૫૦૦, ૧૦૦૦ નહીં પરંતુ પુરા ૯૦૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ ૯૦૦૦ વૃક્ષો દ્વારા સમગ્ર ખાણને અત્યારે નંદનવનસમી બનાવી દેવામાં આવી છે જેનાથી પર્યાવરણ અને પ્રકૃતિનું સૌંદર્ય ચારે બાજુ ખીલી ઉઠેલું જણાઇ રહ્યું છે. ઉપરાંત ખાણની વચ્ચે ‘ગોવર્ધન પર્વત’ બનાવીને તેમાં પણ અનેક પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કાલી મંદિર અને શિવ મંદિરો સહિત જુદા જુદા દેવી દેવતાઓના મંદિરો પણ અહીંયા બનાવવામાં આવ્યા છે. જ્યાં અનેક ભક્તો અને સાધકો દર્શન માટે ઉમટે છે.
દરિયાઇ ખારાશને રોકવામાં મહત્વની સફળતા
માધવપુરમાં આવેલ પથ્થરની પડતર ખાણમાં જો જળસંચય કરવામાં આવે તો દરિયાઇ ખારાશને રોકવામાં સફળતા મળી શકે છે એ પ્રકારની વૈજ્ઞાાનિક સુઝથી તેમણે સાત વર્ષ પહેલાં વરસાદમાં વેડફાઇ જતાં પાણીને આ ખાણમાં સંગ્રહીને તેનો જળસંચય કરવાનો નવતર અભિગમ દાખવ્યો અને તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી સાધકો પણ આ ભગીરથ કાર્યમાં જોડાઇ ગયા જેથી વરસાદી પાણી ક્યાંય વેડફાઇ જવાને બદલે સીધુ જ ખાણના અલગ-અલગ વિસ્તારોમાં જમા થવા લાગ્યું છે અને સાત વર્ષ પહેલાં આ વિસ્તારમાં જમીનમાં ખારાશનું પ્રમાણ ૮૦૦ થી ૧૨૦૦ ટીડીએસ હતું જે આજે ઘટીને ૬૦૦ જેટલું જ થઇ ગયું છે અને અમુક વિસ્તારોમાં તો ટીડીએસનું પ્રમાણ ૪૦૦થી પણ નીચે આવી જતાં પાણી પીવાલાયક બની ગયા છે. એટલું જ નહીં પરંતુ આજુબાજુની જમીનની ફળદ્રુપતા આ પ્રયત્નને કારણે વધી છે.
‘ગોકુલ’માં ચાલતી વિવિધ પ્રવૃતિઓ
માધવપુરના આ ગોકુલ સ્થળે અનેક પ્રકારની સામાજીક, સેવાકીય, આધ્યાત્મિક પ્રવૃતિઓ સતત ધબકતી રાખવામાં આવે છે. હોમીયોપેથીક દવાખાનું, વિદ્યાર્થીઓને શિક્ષણ માટેની સુવિધા, આંખના રોગના ચેકઅપ કેમ્પ, એક્યુપ્રેશર શિબીર ઉપરાંત માધવપુરમાં લાઇબ્રેરી, દરરોજ ૩૦૦ જેટલા લોકોને વિનામૂલ્યે ભોજન માટેનું અન્નક્ષેત્ર વગેરે અનેક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.
પીએચ.ડી. અને સંશોધન માટે સંશોધકોની પણ અવરજવર
પોરબંદરના માધવુરમાં આવેલ ગોકુલ સ્થળેથી ૯૦૦ જેટલા વૃક્ષોમાં ૧૦૦થી વધુ જાતના વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે અને તેથી જ પક્ષીઓની સૃષ્ટિ વિશે સંશોધન કરવા માટે તેમજ તેમના વિશેની વિવિધ જાણકારી મેળવવા માટે અને પીએચડી માટે અનેક પક્ષીવિદો, પક્ષી વિશેની જાણકારી મેળવવા ઇચ્છતા સંશોધકો પણ અહીંયા આવે છે. અહીંયા અનેક પ્રકારની વનસ્પતિઓનો પણ ઉછેર કરવામાં આવ્યો છે તેથી તેના વિશે સંશોધન માટે પણ અનેક લોકો અહીંયા આવે છે.

ગુજરાત સમાચાર- માંથી સાભાર

ખુબ ખુબ અભિનંદન………. આ૫ની ખ્યાતિ આથી ૫ણ વિશેષ પ્રસરે એવી શુભ કામના……… દિલ…સે….

JVpedia - Jay Vasavada blog

વેલ, વેલ, વેલ….કહો દિલ સે, શુક્રિયા ફિર સે….આ “બ્લોગબચુડિયા”ની તો વળી ૨૦૦ પોસ્ટ્સ થઇ ગઈ લાસ્ટ પોસ્ટ સાથે ( ઝહેનસીબ, હુસેનસા’બ….આ બ્લોગ તમારી કલાની માફક તમારે ખાતર દિમાગથી નહિ, દિલથી બનાવ્યો હતો અચાનક અને દિલના અવાજની ગૂંજ ગર્જના ના બને તો નવાઈ ! 😛 )

હવે આમાં કહેવા જેવું અને આભાર માનવા જેવું તો વારંવાર કહેવાઈ ગયું… નયે રંગરૂટ,..વાંચી લો અહીં , અહીં , અહીં , અહીં , અહીં, અહીં અને અહીં ! ( હીહીહીહી નો કેવો પ્રાસ બેસે છે નહિ? 😉 )

એટલે અત્યારે ફક્ત વર્ડપ્રેસે જ તૈયાર કરી મોકલાવેલો ૨૦૧૨નો એન્યુઅલ રિપોર્ટ. અંગ્રેજી લખાણ નીચે લિંક ક્લિક કરશો તો આખો વાંચવા મળશે. ટૂંકો અને રસાળ છે. ગુજરાતી નેટવિશ્વમાં આ ગ્રહ “આધે મેં રામ, આધે મેં ગામ” જેવો છે – એવું હું નહિ, કંપની સરકાર જ કહે છે…અને એ ય એવા વરસમાં જ્યાં અમારા પ્રવાસો અને પપ્પાની બીમારીને લીધે ક્યારેક તો સળંગ મહિના સુધી પોસ્ટ…

View original post 168 more words

ભુતકાળની ભિતરમાં……

Image

Aruna Shanbaug (alternatively spelled Shanbhag) is a former nurse from Haldipur, Uttar Kannada, Karnataka in India. In 1973, while working as a junior nurse at King Edward Memorial Hospital, Parel, Mumbai, she was sexually assaulted by a ward boy, Sohanlal Bhartha Walmiki and has been in a vegetative state since the assault. On 24 January 2011, after she had been in this status for 37 years, the Supreme Court of India responded to the plea for euthanasia filed by Aruna’s friend journalist Pinki Virani, by setting up a medical panel to examine her. The court turned down the mercy killing petition on 7 March 2011. However in its landmark judgment, it allowed passive euthanasia in India.

ગુજરાતી થાળી ઉ૫ર કાઠીયાવાડી જમણ નું રાજ

Image

ગઇ કાલે જય ભાઇ નો ચટાકેદાર શિયાળો, લહેજતદાર શિયાળો ! બ્લોગ વાંચીને મોંઢામાં પાણી આવી ગયું!   ૫ણ સાહેબ, જય ભાઇ ની વાતમાં થોડું ઉમેરું છું……કે અસલ કાઠીયાવાડી ભોજનનાં તો અનેક રુ૫ છે.  એમાંથી એક માણેલી અસલ ગામઠી વાનગીની વાત….. અસલ દેશી બાજરાના,અનુભવી હાથો થી ઘડાયેલા અને ગામડાના દેશી ચુલા ૫ર (ગેસના ચુલા ૫ર નહીં) ૫કાવેલા, અવનવી ભાત ઉ૫સાવેલા રોટલા ઉ૫ર તાજા માખણનો થર…હાથે ખાંડેલા તાજા મસાલાથી ભરપુર ભરેલા રીંગણા-બટાકાનું શાક,સાથે ઘી થી લથબથ ગરમાગરમ ખીચડી…દેશી ગોળનું દડબું…. વઘારેલી કઢી……કામધેનુ જેવી ગાયનું ચોખ્ખું દુધ….સળી ઉભી રહી જાય તેવી છાસ…..લસણની વઘારેલ ચટણી……લીલી છમ્મ ડુંગળી… ..અને. ..અને..  ભાવથી તાણ (આગ્રહ) કરી કરીને લાગણીથી જમવાની મોજ ઘણી વાર માણી છે.જે કયારેય ભુલી શકાય નહીં….આવાં ભોજનની આગળ બત્રીસ ભોજનનો થાળ ૫ણ ફીકકો લાગે હોં કે……!!!

અટકળો ના બજારમાં

ચુંટણી ના બન્ને તબકકાના મતદાનની કામગીરી પુરી થઇ હવે શું થશે ?

ચારેબાજુ સમીક્ષાઓ મંડાઇ છે. દરેક ૫ક્ષ પોતાની જીત વિશે આશાવાદ દર્શાવી રહ્યા છે…..

બસ,

હવે વધુ વાર જોવાની નથી,

20 મી તારીખે કોઇ એક સિવાયના તમામના 12 વાગી જશે…..!!!